ગુજરાત આર એસ એસ ના મા. સંઘ ચાલકજી શ્રી ડૉ. જયંતીભાઈ ભાડેસિયાની પશ્ચિમ ક્ષેત્ર ના સંઘ ચાલક તરીકે નિયુક્તિ.
મા શ્રી ડૉ જયંતીભાઈ ભાડેસીયાજી જે ગુજરાત પ્રાંત ના મા. સંઘચાલકજી નું દાયિત્વ વહન કરતા હતા ,હવે થી તેઓ પશ્ચિમ ક્ષેત્ર , જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા નો સમાવેશ થઇ જાય છે એ કાર્ય ક્ષેત્ર ના મા. સંઘ ચાલકજી ની ભૂમિકા નિભાવશે. ડૉ જયંતીભાઈ મોરબી ના સ્વયંસેવક છે. તેઓ વિવિધ જવાબદારી નિભાવતા ગુજરાત પ્રાંત ના સહ કાર્યવાહ અને પછી છેલ્લા પાંચેક વર્ષ થી ગુજરાત પ્રાંત ના સંઘ ચાલક તરીકે નું દાયિત્વ નિભાવી રહ્યા હતા.
મા. જયંતીભાઈ ને જયારે પણ મળીયે ત્યારે એમનું સાલસ વ્યક્તિત્વ કોઈ ને કોઈ વિષય પર વાત કરવા પ્રેરતું રહ્યું છે. એમના બૌધિકો (પ્રવચન ) માં પણ હંમેશા સાદગી જ અનુભવાયી છે કોઈ શબ્દો ની માયાજાળ નહિ અને વિચારો નું ભારણ નહિ. બસ સીધો સંવાદ કાર્યકર્તાને સતત દોડવા પ્રેરણા આપે. સોશ્યલ મીડિયા ની નાડ પારખવામાં કુશળ એવા મા.શ્રી જયંતીભાઈ નું માર્ગદર્શન ગુજરાત અને વ્યક્તિગત રીતે મારા પુરતું મર્યાદિત નહિ રહે એ વાત નું દુઃખ છે પરંતુ હવે એમનું માર્ગદર્શન સમગ્ર પશ્ચિમ ક્ષેત્ર જેમાં ગુજરાત , મહારાષ્ટ્ર અને ગોવા અંતર્ગત પાંચ પ્રાંત આવી જાય છે, ગુજરાત, વિદર્ભ ,દેવગીરી, કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર એ તમામ પ્રાંતો ને એમના અનુભવ એ જ્ઞાન નો લાભ મળશે એ વાત નો આનંદ પણ થાય છે.
No comments:
Post a Comment