પાકિસ્તાન ડિપ્લોમસી : નિવેદનો થી
થોડા તો આગળ વધો
!
-વિજય ઠાકર
“પાકિસ્તાન કે ઇસ ઘિનોને કૃત્ય કી હમ
કડી સે કડી નિંદા કરતે હૈ !” ભારતીય
ડિપ્લોમેટ્સને ઊંઘ માં થી ઉઠાડીને પૂછો કે પાકિસ્તાન અંગે આપનું શું માનવું છે તો
આવો જ જવાબ મળવાનો. કદાચ એ લોકો એ આ શબ્દો ગોખી જ રાખ્યા હશે, યા તો પછી એમની સમજ
બહુ સ્પષ્ટ હશે કે પાકિસ્તાન જે કઇં કરે એ કૃત્ય હીણપત ભર્યું જ હશે અને એ કૃત્ય
ને વખોડવા કે એની નિંદા કરવા થી વધારે આપણે કઇં કરી શકવાના નથી. બિલકુલ એ જ રીતે પાકિસ્તાને એવું માની લીધું લાગે છે કે આપણે કારગિલ કરીએ, મુંબઈ પર હુમલો કરીએ કે સંસદ ને સળગાવીએ ભારત સરકાર આપણાં કૃત્ય ની નિંદા
કરશે એથી વધારે કઇં કરી નહીં શકે.
બસ આવું જ ફરી વાર બન્યું પાકિસ્તાને
પચાવી પડેલા કાશ્મીર ના મેંઢર સેક્ટર માં 8મી જાન્યુઆરી ના રોજ ભારત ની જમીન માં
લગભગ 600 મીટર અંદર ઘૂસીને ભારતીય જવાનો પર હુમલો કરાયો. અને આ હુમલા માં ભારત ની
રાજપુતના રાઈફલ્સની 13 મી બટાલિયન ના લાન્સ નાયક હેમરાજ અને લાન્સ નાયક સુધાકર ને
મારી નાખ્યા. એટલું જ નહીં હુમલો કરવા આવેલી પાકિસ્તાન ની 29મી બાલોચ રેજિમેન્ટ ના
કાયર સૈનિકોએ લાંસ નાયક સુધાકર અને લાન્સ નાયક હેમરાજ ના શબો ને ક્ષતવિક્ષત કરી
નાખ્યાં. ઉત્તર પ્રદેશ ના શેર ગઢ ગામ ના હેમરાજ નું માથું કાપી ને બાલોચ રેજિમેન્ટ
ના કાયર સૈનિકો પોતાની સાથે લઈ ગયા. આવી ઘટના પ્રથમવાર બની છે એવું નથી. સતત
વારંવાર આવી ઘટનાઓ લાઇન ઓફ કંટ્રોલ કે ભારત પાકિસ્તાન સીમા પર બનતી આવી છે. ભારતીય
સૈનિકો પેટ્રોલીંગ કરી રહ્યા હોય ત્યારે વિના કારણે તેમના પર હુમલો કરવો
એ પાકિસ્તાની સૈનિકો માટે કોઈ નવી વાત નથી. આ પહેલા પણ મે 2000 માં
પાકિસ્તાની સૈનિકો એ ભારતીય સૈનિકો પર હુમલો કરી એક સૈનિક નું માથું કાપી નાખ્યું
હતું. જુલાઇ 2011 માં પણ બે ભારતીય સૈનિકો ના માથા વઢાયા હતાં. અને હવે 2013 ની
જાન્યુઆરી ની આઠમી તારીખે પણ આવું જઘન્ય કૃત્ય પાકિસ્તાની સેના દ્વારા કરવામાં
આવ્યું. પાકિસ્તાન જ આવું કર્યે રાખ્યે છે એવું માનવાની જરૂર નથી. ભારત ની દયા પર
જે દેશ નો જન્મ શક્ય બન્યો છે એ બાંગ્લાદેશ પણ આવા કૃત્યો માટે પ્રખ્યા
કુખ્યાત છે. થોડા વર્ષો પહેલા બી એસ
એફ ના જવાનો ની ટુકડી પર હુમલો કરી કેટલાક સૈનિકો નું અપહરણ બાંગલાદેશ ની મિલીટરી
એ કર્યું હતું અને બર્બરતા ની હદ ને પણ ઓળંગી એ સૈનિકો ની ચામડી ઉધરડી રિબાવી
રિબાવી ને મારી નાખવામાં આવ્યા હતાં.
આવી ઘટનાઓ ના બને એ માટે બંને પક્ષે
વાટાઘાટો થતી રહે છે. ફ્લેગ મિટિંગ ને નામે થતી આ વાટાઘાટો નું કોઈ નિરાકરણ આવતું
નથી.આપણી નોર્ધન કમાન્ડ ના ઇન ચાર્જ લેફટનન્ટ જનરલ શ્રી કે ટી પટનાઇક કહે છે કે
આવી મિટિંગોમાં પાકિસ્તાન ના કમાન્ડરો આવે છે અને પોતાની સાથે લઈને આવેલી
સ્ક્રીપટેડ સ્પીચ વાંચી ને જતાં રહે છે. દરેક વખતે પાકિસ્તાની સેના એ હુમલો કર્યો
જ નથી એવું એકધારું ગાણું પાકિસ્તાની આર્મી ગાએ રાખે છે. આ વખતે પણ ફ્લેગ મિટિંગ
માં ભારતીય પ્રતિનિધિઓએ પાકિસ્તાન ના આ જઘન્ય કૃત્ય ની ફાઇલ પાકિસ્તાની આર્મી ને
સુપ્રત કરી જેમાં ભારતીય સૈનિકો પર થયેલા હુમલા ની ઘટના ના તમામ પુરાવા કેટલાક
ફોટોગ્રાફ સહિત મોજૂદ હોવા છતાં પાકિસ્તાની આર્મી તમામ પુરાવાઓને માનવાનો ઇનકાર
કરી દીધો એટલુજ નહીં ઊલટો ચોર કોટવાલ ને દંડે એમ ભારતીય સેના પર પાકિસ્તાન ને
ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો.
પૂછ સેક્ટર થી લઈને લદાખ ના પોઈન્ટ
નંબર NJ
9842 સુધી કુલ 980 કિલોમીટર ના વિસ્તારમાં ફેલાયેલી લાઇન ઓફ કંટ્રોલ ઉપર 2003 થી
સીઝ ફાયર લાગુ છે પરંતુ સીઝ ફાયર ના ઉલંઘન ની ઘટના સતત બનતી રહે છે.ગયા ઓક્ટોબર
માં પાકિસ્તાની સેના એ ચૂરુંડા ગામ પાસે ની ભારતીય ચોકી પર ગોળીબાર અને મોર્ટાર થી
હુમલો કર્યો હતો ત્યાર થી વારંવાર સીઝ ફાયર નું ઉલ્લંઘન થયે રાખે છે. મોટેભાગે
પાકિસ્તાનીઓ મશીનગન અને 82 એમ એમ અને 60 એમ એમ ના મોર્ટાર નો ઉપયોગ આવા હુમલા માટે
કરે છે. ભારતીય સેના ના લેફટનન્ટ અનિસ ઉલ રહેમાન ના કહે છે કે હમેશા પાકિસ્તાનીઓ
પહેલો હુમલો કરે છે અને પછી આપણે વળતો જવાબ આપવો પડે છે.
શ્રી અનિસ ઉલ રહેમાન ની વાત પણ સૂચક
છે. હમેશા આપણે જવાબ જ આપવો પડે છે. અંગ્રેજી ટીવી ચેનલ ટાઈમ્સ નાઉ ના ન્યૂઝ અવર
કાર્યક્રમ ની ચર્ચા માં એક ભારતીય રક્ષા વિશેષઘ્નએ સરસ ઉદાહરણ આપેલું ભારત
પાકિસ્તાન ની સરહદ પર ની એક ચોકી પર પાકિસ્તાનીઓ
હમેશા ગોળીબાર કરી ને ઊંબાડિયું કરે રાખતા હતાં સામે પક્ષે ભારત એ
ઊંબાડિયું બંધ થઈ જાય એ રીતે હળવો જવાબ આપીને સંતોષ અનુભવતું હતું એક દિવસ આવી જ રીતે
પાકિસ્તાની સેના એ ગોળીબાર કર્યો એના થોડા જ સમય બાદ એક ભારતીય સૈનિક રોકેટ લોંચર
લઈને ચોકી ની બહાર નીકળી બે રોકેટ છોડી પાકિસ્તાની બંકર ને નષ્ટ કરી નાખ્યું એ પછી
વર્ષો સુધી પાકિસ્તાનીઓ ને એ ચોકી પર હુમલો કરવાનો વિચાર સુદ્ધાં નહીં કર્યો.
લેફટનન્ટ અનિસ ની વાત ખરેખર સૂચક છે. આપણે જ જવાબ શું કામ આપતા રહેવું આવો અળવીતરો
પાડોશી હોય તો એના માટે આપણે પણ સવાલ ઊભા કરવા જોઇયે પછી ભલે એ જવાબો શોધતો ફરે.
અને ભારતીય સેના માં એ દમ છે એનો પરચો પાકિસ્તાનને 1961 અને 1971 માં મળી ચૂક્યો
છે કારગિલ યુધ્ધ પણ તાજું જ છે.પરંતુ
ભારતીય સેનાએ ભારત સરકાર ના હુકમ નું પાલન કરવાનું રહે છે. અને આપણાં રક્ષા
વિશેષજ્ઞોં ની એક વાત બહુ પ્રચલિત છે કે આપણે મેદાન માં હમેશા જીતીએ છીયે પરંતુ
મંત્રણા ના ટેબલ પર માત ખાઈ જઈએ છીએ. અને
મંત્રણા માટે આપણાં બ્યુરોક્રટેસ અને રાજકારણીઓ જ જતાં હોય છે. વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન સામે અડીખમ ઊભા
રહેવાની આપણી રાજકીય ઈચ્છા શક્તિ દેખાતી નથી. ભૂતકાળ માં પણ અનેક ઉદાહરણો આપણી
સામે આવ્યા જ છે. અટલજી શાંતિ અને સુમધુર સંબંધો માટે લાહોર બસ લઈ ને ગયા ત્યારે જ
પાકિસ્તાની સેના ના એ સમય ના વડા જનરલ પરવેજ મુશરફે કારગિલ માં ઘુસણખોરી નું
ષડયંત્ર કર્યું હતું. ગમે તે બહાને કશ્મીર પ્રશ્ન ને ચર્ચા માં રાખવો એ પાકિસ્તાની
સરકાર અને સેના નો એકમાત્ર એજન્ડા વિદિત છે છતાં આપણે કૂટનીતિમાં કયાઁ પાછળ રહી
જઈએ છીયે એ 65 વર્ષ પછી પણ આપણે શોધવાનો પ્રયાસ કદાચ નથી કર્યો. અને એમાં આપણાં
રાજકારણીઓ ની મુસ્લિમ તૃષ્ટિકરણ ની નીતિ જ ક્યાંક ને ક્યાંક ડોકય છે. 1947 માં
કશ્મીર ના ભારત માં વિલય બાદ પાકિસ્તાની કબાલીઓએ
કાશ્મીર પર હુમલો કર્યો. એનો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ ગણતરીના કલાકો માં
જ આપ્યો અને એ કબાલીઓને કાશ્મીર ખીણ માથી ખસેડવા શરૂ કર્યા. એ ભાગતા કબાલીઓ ને
પંડિત જવાહરલાલ નહેરુ એ પાકિસ્તાન ના કબ્જા હેઠળ નું હાલ નું કાશ્મીર તાસક માં ધરી
ને ભેટ આપ્યું. કોઈ લૉજિક પંડિત નહેરુ ના કાશ્મીર પ્રશ્ન ને અકારણ યુનો માં લઈ
જવામાં દેખાતું નથી. ભારત માં હમેશા રાજકીય સ્થિરતા રહી છે અને પાકિસ્તાન માં હમેશા રાજકીય અસ્થિરતા, આ લખાય છે ત્યારે પણ
પાકિસ્તાન માં થી સમાચાર આવી રહ્યા છે કે ત્યાંનાં વર્તમાન પ્રધાન મંત્રી રાજા
પરવેઝ અશરફ ની એક ભ્રષ્ટાચાર ના કેસ માં ચોવીસ કલાક માં ધરપકડ કરવાનો આદેશ
પાકિસ્તાન ની સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આવી અસ્થિર સરકારો પણ મંત્રણા ના મેજ પર
કેવી રીતે મેદાન મારી જાય છે ? ઇન્દિરા ગાંઘી ના એક સમય ના
પી એ પી. એન. ધરે એમના પુસ્તકમાં લખ્યું છે કે ભારત સામે 1971 માં યુધ્ધ હારી ગયા
પછી ભુટ્ટો ભારત માં સિમલા કરાર કરવા આવ્યા ત્યારે સમગ્ર વાતચિત દરમ્યાન ભારતીય
અધિકારીઓ અને સ્વયં શ્રીમતિ ગાંધી ભારત ની જીત નું માઠું પાકિસ્તાનીઓ ને ના લાગી
જાય એનું ધ્યાન રાખતા હતા અને સામે પક્ષે બુટ્ટો નું વલણ બિલકુલ એડામેંડ ટાઈપ
હતું. ભારતીય રાજકારણીઓ એ પણ માનસિકતા
બદલવાની જરૂર છે.
ભારતીય સેના ના વડા વિક્રમ સિંઘે પાકિસ્તાન
ને સબક શીખવાડવાની વાત કરી પરંતુ ભારત ના વિદેશ મંત્રી ને લાગે છે કે આવું કઈ પણ
કરીશું તો ભારતે શાંતિ માટે કરેલું ઈન્વેસ્ટમેન્ટ એળે જશે. લાન્સ નાયક હેમરાજ નું
મસ્તક પરત ના આવે તો વાંધો નહીં સામે થી દસ મસ્તક તો કાપીને લાવી શકાય એવા વિરોધપક્ષ
ના નેતા સુષ્મા સ્વરાજ ના નિવેદન પછી મોડે મોડે પણ પ્રધાનમંત્રીએ આવી હાલત માં
પાકિસ્તાન સાથે નોર્મલ સંબંધો શક્ય નથી એવું કહી ને થોડી આશા ચોક્કસ જગાવી છે. ભલે
તાત્કાલિક યુધ્ધ કરી ના શકાય તો પણ શાંતિ અને યુધ્ધ વચ્ચે ના અનેક ઉપાયો છે જેના
માધ્યમ થી કાયર પાકિસ્તાનીઓ ના પીઠ પાછળ ખંજર ભોકવાના બનાવો થી આપણાં યુધ્ધવીરો ની
અમુલ્ય જિંદગી તો બચાવી શકાય. બાકી આવા કાયરતા પૂર્ણ બર્બર હુમલાઓ ના મૂક સાક્ષી
બનવાથી શાંતિ સ્થાપવાની નથી જ.
No comments:
Post a Comment