નારદ એક આદ્ય પત્રકાર
નારદ એક આધ્ય પત્રકાર એ વાત ની પુષ્ટિ આપણાં પૂરાણો પણ કરે
છે. કદાચ શિવપુરાણ કે પછી વિષ્ણુ પુરાણ માં નારદ વિષેસરસ કહેવાયું છે. નારદ ની વ્યાખ્યા કરતાં એમાં જણાવાયું છે કે
“ મન એવ નારદ :”
નારદ એટ્લે મન.
મન ચંચળ હોય ,આવતા જતાં ગમે
ત્યાં ડોકીયું કરવાની ઇચ્છા થાય તે મન નો પ્રતાપ
મન સતત ભ્રમણ કરતું હોય,. આપણે અહિયાં બેઠા હોઈએ પરંતુ આપણાં અંતરમાં કૈંક બીજી જ
ઘટનાઑ આકાર લેતી હોય તે પણ મન નો જ પ્રતાપ
મન હમેશા સત્ય તરફ જુકેલું હોય. આપણે ઘણી વાર કહેતા હોઈએ
છીયે કે મારૂ મન ના પડે છે. વ્યક્તિને અસત્ય તરફ ધકેલતા મન રોકે છે. રાવણ હોય કે
દુર્યોધન એમનું મન એમને સતત રોકતું હતું. અંતિમ દિવસે રાવણ મંદોદરી ને કહે છે કે
હું જાણું છું કે રામ સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. એવી જ રીતે દુર્યોધન કહે છે કે
હું જાણું છું ધર્મ શું અને અધર્મ શું હું જાણીજોઈને અધર્મ આચરું છું. આ હું એ જ
મન. મન વ્યક્તિ ની ઓળખ છે એટ્લે જ આપણે કોઈ વ્યક્તિ માટે અભિપ્રાય આપતા કહીયે છીયે
કે આ મન નો સાફ માણસ છે કે પછી આ મન નો મેલો માણસ છે. મન વ્યક્તિ ના માહલ્યાને
જગાવે છે સત્યને વારંવાર પ્રસ્થાપિત કરવા મનુષ્ય ના મસ્તીશ્ક્માં દ્વંદ જગાવે છે.
બસ આ જ તો નારદ નું કામ. આજ નારદવેડા ! સાસુ વહુને ઝગડાવતા અર્થહીન ગતકડા નહીં
No comments:
Post a Comment