૧૨ જૂન
૨૦૧૪
બુધવાર
શ્રીમાન
શ્રી નગીનદાસજી
આપ ના
વિવિધ વિષયો પર લખાતા લેખ , વિવિધ સામયિકો અને વર્તમાન પત્રો માં સમયાંતરે વાંચતો
રહ્યો છું. આપ ના લખાણ પર થી અને સમય સમય પર આપના માટે અન્યોએ આપેલા અભિપ્રાય પર
થી હું સ્પષ્ટ મત ધરાવું છું કે આપ સંઘ વિરોધી છો . આપ ગાંધીવાદી છો. અને ૧૦ જૂન નો આપનો લેખ વાંચી મારી માન્યતા વધુ દ્રઢ બની છે
કે આપ સંઘ વિરોધી તો છો જ. જો કે હું તમારા વિષે શું માનું છું એના થી આપ ને કોઈ
ફરક નથી પડવાનો એટલે મુદ્દા પર જ આવીએ
આપે
આપના આજ ના લેખ ના પ્રથમ ફકરા માં જ લખ્યું છે કે સંઘ માટે ની ગેર સમજ સંઘ ના
આગેવાનો એ કરેલા અક્ષમ્ય અપરાધ ને કારણે છે. સંઘ ના આગેવાનો એ આવા કયા અક્ષમ્ય
અપરાધ કર્યા છે એ આપે જણાવ્યું નથી .આપે સંઘ ની સ્થાપના ના કારણ માં મોપલા હુલ્લડો
અને કોરાટમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર ને કારણે સંઘ ની સ્થાપના થઇ એવું લખ્યું છે જે માત્ર આપના દિમાગ ની નીપજ છે. આ નો કોઈ આધાર આપ ક્યારેય રજુ નહિ કરી
શકો. સંઘ ની સ્થાપના મુસલમાનો ના અત્યાચાર સામે નથી થઇ સંઘ ની સ્થાપના હિંદુ એકતા
માટે થઇ છે.
આપે
લખ્યું છે ૩૦ – ૪૦ ના દાયકા માં થયેલા કોમી હુલ્લડો સમયે સંઘ ના આગેવાનો એ ભજવેલા
ભાગ જાણીતો છે. મહાશય ગાંધી અને નહેરુ ને સંઘ ના સ્વયંસેવકો એ અન્ડર કવર આપ્યું
હોય એના દાખલાઓં આપ કેમ ભૂલી જાવ છો ? ૧૯૧૫ પછી જેટલા પણ કોમી તોફાનો થયા એ તમામ
તોફાનો મુસલમાનો એ શરુ કાર્ય હતા એ આપ સ્વીકારો છો ? અને એ તમામ તોફાનો ગાંધીજી ના મિશન ને અસ્ત
વ્યસ્ત કરવા માટે જ કરાયા હતા એ સ્વીકારો છો
?
આપે
આપના આ લેખ માં ગાંધી હત્યા નો કોંગ્રેસીઓ , સામ્યવાદીઓ અને મુસ્લિમો દ્વારા સંઘ
પર લગાવવામાં આવતો આરોપ ચતુરાઈ પૂર્વક દોહરાવ્યો છે. આપ બહુ જ ચતુર છો એટલે આપના
ધ્યાન માં છે કે રાહુલ ગાંઘી થી લઇ ને કુલદીપ નાયર જેવા અનેક લોકો એ ગાંધી હત્યા
માટે સંઘ પર આરોપ મુક્યો અને કોર્ટમાં એમની શી વલે થઇ છે એટલે આપે અપૂરતા પુરાવા
ની વાત કરી છે. શ્રીમાન આપને ધ્યાન માં છે કે સંઘ ના તત્કાલીન સરસંઘચાલક પૂ.
ગુરુજી ના સામે પહેલા નહેરુ સરકારે ૩૦૨ ની કલમ લગાવી હતી જે એકદમ થોડા સમય માં
પાછી ખેંચી લેવી પડી હતી ? સરકારે સંઘ પર નો પ્રતિબંધ બિનશરતી રીતે પાછો ખેંચ્યો
હતો એ આપને યાદ છે ? સંઘ ને ગાંધી હત્યા
માં સંડોવવા ના નહેરુ ના પ્રયાસો સામે સરદાર નો અણગમો આપને ખબર છે ? ગાંધી હત્યા
ના આગલા દિવસે નહેરુ એ જાહેર સભા માં કહ્યું હતું કે હિન્દુવાદીઓને એમની સરકાર કચડી
નાખશે એ તમારા ધ્યાનમાં છે ? આપે લખ્યું
છે કે ગાંધી હત્યા ના નક્કર પુરાવા ના અભાવે સંઘને છુટકારો મળ્યો હતો શ્રી સંઘવીજી
આપ કોઈ એક પણ પુરાવો રજુ કરી શકો છો અત્યારે ? ગાંધી ના નામે હિંદુ શક્તિઓ ને કચડી
નાખવાનું એ નિષ્ફળ કાવતરું હતું એવું હું
સ્પષ્ટ માનું છું.
શ્રીમાન
આપે કુટુંબ નિયોજન ની વાત કરી છે. મોહનજી એ બહુ સ્પષ્ટ કહેલું છે કે બાળકો નો
નિર્ણય જે તે યુગલે કરવાનો છે .હું પણ કહું છું કે સ્ત્રી બાળકો પેદા કરવાની
ફેક્ટરી નથી. શું આપ આ સત્ય મુસલમાનોને
ક્યારેય કહ્યું છે ? અને જો આપે મુસલમાનો ને આ સત્ય કહ્યું નથી તો સાધ્વી નિરંજના
કે અન્ય લોકો ને કહેવાનો અધિકાર આપને કોણે આપ્યો ?
આપે
જનસંઘ અને ભાજપ ની વાત કરી કેટલું અસત્ય બોલી રહ્યા છો આપ ? જનસંઘ નો વિલય જનતા
પક્ષ માં થયો હતો અને એનું કારણ કટોકટી પછી ઇન્દિરા સરકાર ને શાસનમાં થી દુર કરવા
ગેર કોંગ્રેસી પક્ષો એ એક મંચ પર આવવું એવા બધા લોકો ના અભિપ્રાય ને કારણે થયો
હતો. શું આ ઐતિહાસિક સત્ય તમને ખબર નથી કે પછી સંઘ ને ભાંડવા માટે કોઈ પણ ઘટના નો
મનધડંત ઉપયોગ કરી લેવા ની ચાલાકી આપે અજમાવી છે ? ગાંધીજી સત્ય ના ઉપાસક હતા આપ
ગાંધી વાદી છો તો પછી આવું અસત્ય આપના લેખ માં કેમ ?
આપ
નરેન્દ્ર મોદી બાજપાઈજી અને રાજ્નાથજી નું નામ લઇ સંઘ ને ગાળો આપી રહ્યા છો . સંઘ
ના કયા પદાધિકારી ના નિવેદન ની સામે આમાંના એક પણ વ્યક્તિએ ક્યારેય નિવેદન આપ્યું
એ આપ જણાવો. સમગ્ર મુસલમાન સમાજ ની વિરુદ્ધમાં
સંઘ ના કયા અધિકારીએ કોઈ નિવેદન આપ્યું એ આપ જણાવો. અશોક સિંઘલ ના નામ સાથે
અટલજીએ કોઈ આપે લખ્યું છે એ પ્રકાર નું નિવેદન આપ્યું હોય તો એની ક્લીપીંગ
સાર્વજનિક કરો.
આપે
લખ્યુ છે કે સંઘે આર્યસમાજી હિન્દુત્વ સ્વીકાર્યું છે. સાહેબ કોઈ તર્ક કે દલીલ
આપની પાસે છે ? સંઘ મૂર્તિ પૂજા નો વિરોધી છે અને રામ મંદિર ની તરફેણ કરીને મૂર્તિ
પૂજા ની તરફદારી કરી રહ્યું છે એવું આપે લખ્યું , મોટા સાહેબ ભગવા ધ્વજ ને ગુરુ
માની ને તત્વ આરાધના કરવા વાળો સંઘ મુર્તીપુજા નો વિરોધી કેવી રીતે હોઈ શકે ? હા ,
સંઘ વ્યક્તિ પૂજા નો વિરોધ જરૂર કરે છે .
આપે ઘર
વાપસી ની વાત કરી. આપે જણાવ્યું કે હિંદુ માત્ર જન્મ થી જ બની શકાય. હિંદુ માંથી
મુસલમાન કે ખ્રિસ્તી બનેલા લોકો પાછા હિંદુ ના બની શકે આવું આપ ક્યાંથી શોઘી લાવ્યા
? આબુપર્વત પાસે લાખો શક અને હુણો એ હિંદુ ધર્મ ધારણ કર્યો હતો એ વાત લગભગ બે હજાર
વર્ષ કરતા પણ જૂની છે. અને આપના લેખ ના સેન્ટર પોઈન્ટ સમા આ વિષય નો અર્થ શું
નીકળે છે ? હિંદુઓ નું ધર્માંતરણ થવા દેવું જોઈએ પણ જો કોઈ અહિંદુ ફરી થી હિંદુ
બનવા માંગે તો એણે હિંદુ નહિ જ બનવું જોઈએ .? તમને લાગે છે કે તમે સંવિધાને આપેલા
ધાર્મિક સ્વાતંત્ર્ય ના કાયદા ની વિરુદ્ધ વાત કરી રહ્યા છો ? તમારા આ લખાણ નો એવો અર્થ પણ નીકળે કે લવ
જેહાદ, હથિયાર કે સેવા ના માધ્યમ થી ખ્રિસ્તીઓ અને મુસલમાનો ને હિંદુઓ ને
વટલાવવાની છૂટ છે પરંતુ હિંદુ માંથી નોન હિંદુ બનેલો વ્યક્તિ ફરી થી હિંદુ ના બની શકે.આવું ચક્ર ચલાવી આ દેશ
ને ઇસ્લામિક દેશ બનાવી દેવાની ચળવળ નો કોઈ હિસ્સો તો નથી ને આપનો
લેખ ?
સંઘ માં
જાતી ભેદ નથી ઊંચ નીચ કે અસ્પૃશ્યતા નથી . એની પ્રશંસા ગાંધીજી અને ડૉ આંબેડકરજી એ સંઘ ના વખાણ કર્યા છે એનો અર્થ
સંઘ ની દિશા બરાબર હતી જ. તો પછી આપને શું તકલીફ પડે છે જો હિંદુ સમાજ અસ્પૃશ્યતા
, ઊંચ નીચ અને જાતી ભેદ જેવા દુષણો દૂર કરી ફરી થી નવપલ્લિત બને ? શું હિંદુ સમાજ
ના આવા આધુનિક અને સમરસ રૂપ નો આપ વિરોધ કરી રહ્યા છે ?
ગાંધીજી
સંઘ ના શિબિર માં જઈ સંઘ ના વખાણ કર્યા હતા તો ડૉ હેડગેવાર એમને મળવા ગયા ત્યારે
સંઘ પાસે હિસાબ ની માંગણી પણ કરી હતી. અને
ડૉ હેડગેવારે પાઈ પાઈ નો હિસાબ ગાંધીજી ને સમજાવ્યો હતો, આપ પણ સંઘ પાસે એના કાર્ય
નો હિસાબ માંગી શકો છો , અરે આપને ના ગમે એવી વાતો નો વિરોધ પણ કરી શકો છો પરંતુ એ
વિરોધ માં તથ્ય અને તર્ક માં સત્ય હોવું આવશ્યક છે .
આપને
વિનંતી છે નહેરુ – પટેલ અને ગુરૂજી ના એ સમય ના પત્રો, મુલાકાતો, કોર્ટ ની
કાર્યવાહી ના દસ્તાવેજો , અને સંઘ ના સ્વયંસેવકો ઉપર થઇ રહેલા બેફામ અત્યાચારો ની
સામે શિસ્તબદ્ધ અને બહુ મોટા સંગઠન ના વડા તરીકે પુ. ગુરૂજી એ સ્વયંસેવકો ને આદેશ
“ બી કામ એટ એની કોસ્ટ” .. આ બધું એકવાર
ફરી થી જોઈ લ્યો. ગાંધીજી ને તમારા માં થી કેટલા યાદ કરે છે મને ખબર નથી પણ અમે તો
અમારા શિબિરો માં , અમારા વર્ગો માં એકાત્મતા સોત્ત્ર ગાઈએ છીએ ત્યારે ગાંધીજી ને
યાદ કરીએ છીએ. હા કોઈ ના વિચારો ને સમગ્ર પણે નહિ સ્વીકારી શકાય એ આપ પણ માનશો.
પત્ર
બહુ લાંબો થઇ ગયો છે પરંતુ આપને વિનંતી છે કે આપ પત્ર વાંચશો.
કદાચ
ક્યાય કોઈ શબ્દો દ્વારા આપને દુખ પહોંચાડ્યું હોય તો પુત્ર સમજી માફ કરશો . આપને
મળવાની ઈચ્છા છે આપની અનુકુળતા એ .
આપનો
નમ્ર સેવક
વિજય
ઠાક